GSRTC માં તમે મુસાફરી કરતા હોવ પણ તમને ST ની ટિકિટ online બૂક કેમ કરવી એ ના આવડતું હોય તો હું તમને એકદમ simple steps માં GSRTC Bus Booking કરવાનું શીખડવા નો છું.
GSRTC માં ticket book કરવા માટે તમારા ફોન માં GSRTC ની એપ ને ડાઉનલોડ કરી લેજો પછી નીચે આપેલા સ્ટેપ્સ ને ફોલો કરજો.
GSRTC Bus Booking કરવાના steps:
સૌથી પહેલા GSRTC App ને open કરી Booking નું option છે એના પર ક્લિક કરો.

હવે To માં તમારે કયા થી બેસવાનું છે એ ગામ નું નામ add કરો અને From માં તમારે કયા જવાનું છે એ city નું નામ add કરો.

પછી કઈ તારીખે તમારે જવાનું છે એ select કરી તમે કેટલા લોકો છે એને add કરી ને search પર ક્લિક કરો.
હવે તમારી સામે બસ નું list આવી જાશે જે પણ ટાઈમ તમારા માટે અનુકૂળ હોય એ બસ select કરી લ્યો.

હવે જે આ white color માં seat છે એમાંથી કોઇ પણ સીટ તમે select કરી શકો છો.

હવે તમારે તમારી બધી details નાખવાની રહેશે. Phone number જે નાખશો એમાં જ booking નો મેસેજ આવશે તો એનું ખાસ ધ્યાન રાખજો.

હવે તમારી સામે Ticket details આવી જાસે જેને તમે ચેક કરી ને next step પર જઈ શકો છો.

હવે આયા થી તમારા માટે જે પણ option easy હોય તેને select કરી online payment કરી શકો છો.

જેવું payment successful થઈ જાસે એવો તરત જ તમને booking નો message આવી જાશે.

હવે આ જે message આવ્યો છે એને તમે કંડક્ટર સાહેબ ને બતાવી શકો છો અને ખાસ વાત મુસાફરી કરો ત્યારે તમારું ફોટો આઈડી સાથે લેવાનું ભૂલતા નહીં.
હું આશા રાખું છું કે GSRTC Bus Booking કેમ કરવું એનો આઇડિયા તમને આવી ગયો હશે.
GSRTC Bus Ticket Booking માટે આ video પણ તમે જોય શકો છો.
કઈ પણ ના સમજાયું હોય તો મને comment કરી ને પૂછી શકો છો.

Pingback: GSRTC Bus Tracking કરવાની easy trick - Tech Tips, Updates, News Updates in Gujarati